*ગાંધીનગર મહાનગરાપાલિકાના કાયમી સફાઈ કામદારોને મુકાદમ તરીકે બઢતી અપાઈ*

*ગાંધીનગર મહાનગરાપાલિકાના કાયમી સફાઈ કામદારોને મુકાદમ તરીકે બઢતી અપાઈ*

 

ગાંધીનગર, સંજીવ રાજપૂત: હાલમાં દિવાળીના તહેવારના તુરંત જ બાદ ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી હસ્‍તકની સેનીટેશન શાખામાં ફરજ બજાવતા કાયમી ૮૮ સફાઈ કામદારો પૈકી કુલ ૨૭ સફાઈ કામદારોને ઉપલી કેડર મુકાદમમાં આજ તા.૧૩/૧૧/૨૦૨૪ના રોજ બઢતી આપવામાં આવી. મેયર સહિના પદાધિકારીઓ દ્વારા પ્રમોશન મેળવેલા કર્મચારીઓને બઢતીના પત્રો એનાયત કરવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં એકતરફ નવી ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં વર્ગ- ૧ થી લઈને વર્ગ-૩ના વિવિધ સંવર્ગની પરીક્ષાઓના આયોજન થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં નિમણૂંક થવાની છે. ત્યારે કચેરીમાં ફરજ બજાવતા અને બઢતીને પાત્રતા ધરાવતા કર્મચારીઓને શક્ય એટલા વહેલા પ્રમોશન મળે તે માટેની પણ કવાયત હાથ ધરવામાં આવી છે.

 

ગાંધીનગર શહેરમાં સફાઈને લગતી પાયારૂપ કામગીરી બજાવતા ૨૭ જેટલા સફાઈ કામદારોને પ્રમોશન આપવા માટે મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસ, સેનિટેશન કમિટીના ચેરમેન અંકિત બારોટ અને મહેકમ સમિતિના ચેરમેન જશપાલસિંહ બિહોલા દ્વારા પરામર્શ કરવામાં આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ મંજૂરી આપવામાં આવતા આ કર્મચારીઓને મુકાદમ સંવર્ગમાં બઢતી આપવામાં આવેલ છે.