5 દિવસની અંદર આ ત્રણ લક્ષણો દેખાય તો સમજવું કે કોરોના છે

અમેરિકન રિસર્ચરો દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટમાં કહેવાયું છે કે કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ પહેલા પાંચ દિવસમાં વ્યક્તિને સુકી ખાંસી-ઉધરસ આવવાનુ શરૂ થઇ જાય છે.દર્દીને વધારે પડતો તાવ ચઢવા લાગે છે અને તેના શરીરનું તાપમાન એકદમ વધી જાય છે. અત્યાર સુધી ઘણાં હેલ્થ એક્સપર્ટ કોરોનાના વાયરસમાં વધારે તાવ ચઢવાનો દાવો કરી ચૂક્યા છે.કોરોના વાયરસ થાય ત્યારે પહેલા પાંચ દિવસમાં માણસને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્વાસની તકલીફ ફેફસામાં લાળ ફેલાવવાના કારણે થાય છે.ખાસ વાત છે કે, નેશનલ હેલ્થ સેન્ટર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ કોરોનાના આ જ લક્ષણો બતાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રિસર્ચરોએ આ ખાસ રિસર્ચ ચીનના વુહાન શહેરની બહાર લગભગ 50 વિસ્તારોમાં કર્યું હતું. હેલ્થ એક્સપર્ટે આ દરમિયાન લોકોને 14 દિવસ સુધી સેલ્ફ આઇસૉલેટમાં રહેવાની પણ સલાહ આપી છે. ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં દર્દીઓની સંખ્યા 150એ પહોંચી છે. દેશભરમાં કોરોનાના 52 ટેસ્ટિંગ સેન્ટર છે. આ સિવાય 57 સેમ્પલ એકઠા કરવા માટે સેન્ટર બનાવ્યા છે. સરકાર તરફથી 30થી 40 હજાર લોકો પર નજર રખાઈ રહી છે. દેશમાં 30 એરપોર્ટ પર સ્ક્રીનીંગની વ્યવસ્થા કરાઈ છે. કોરોના વાયરસના કારણે કર્ણાટકમાં એક વૃદ્ધનું અને દિલ્હીમાં એક મહિલાનું મોત થયું છે. ભારતમાં કોરોના વાયરસના 3 મોત થયા છે