બાંધી બુકાની ફરે છે માણસ,
વાયરસ થી કેવો ડરે છે માણસ!
જાવાને ખુદ ઘેર પોતાના જ ,
જોને કેટલો રઝળે છે માણસ!
મૃત્યુ પામેલા સગા બાપ ને જોવા,
કેટ કેટલો આ વલખે છે માણસ!
પ્રભુ તો બિરાજે છે તાળા કુંચિમાં,
સાચે જ્યારે એને ઝંખે છે માણસ!
છે અકળાયો ઘરમાં બંધ રહીને,
પોતાના જ ઘરમાં ભટકે છે માણસ!
ચહેરા એના એ જ જોઈ થાક્યો,
કાંટાળી આયના બદલે છે માણસ!
વધ્યા છે વાળ અને દાઢી પણ,
આનાથી છૂટવા મથે છે માણસ!
ખૂટી છે વાતો અને વિચારો પણ,
મોબાઈલના આશરે લટકે છે માણસ!
કેતો રહે ભટ્ટજી રોજ ડર છોડવા,
તોય રોજ ડર થી થથરે છે માણસ!
*- મેહુલ ભટ્ટ (૪.૫.૨૦)*