રાજપીપળા ટાઉનના રંગ અવધૂત મંદિર પાસે પોતાના વાહનમાં સાત થી વધારે માણસો બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ.
રાજપીપળા,તા.3
રાજપીપળા ટાઉનના રંગ અવધૂત મંદિર પાસે પોતાના વાહનમાં સાત થી વધારે માણસો બેસાડી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમાં ફરિયાદી આઈ. આર. દેસાઈ રાજપીપળા એ આરોપી મનહરભાઈ દલસુખભાઈ વસાવા (રહે, બ્રાહ્મણ ફળિયું, પ્રતાપનગર )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી મનહરભાઈ દલસુખભાઈ વસાવા એ પોતાના વાહનમાં ગેરકાયદેસર રીતે સાતથી વધારે પેસેન્જર બેસાડી જાહેરમાં નીકળવા સમગ્ર નર્મદા જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા