મનપસંદ જીમખાના પ્રા. લિ. દ્વારા એક દિવસીય તદ્દન નિશુલ્ક ફુલ બોડી ચેકઅપ યોજાયો.

મનપસંદ જીમખાના પ્રા. લિ. દ્વારા એક દિવસીય તદ્દન નિશુલ્ક ફુલ બોડી ચેકઅપ યોજાયો.

 

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ દરિયાપુર ખાતે મનપસંદ જીમખાના દ્વારા રવિવારના રોજ એક દિવસીય તદ્દન નિશુલ્ક ફુલ બોડી ચેકઅપ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં ઓમ હેલ્થ દ્વારા અત્યંત આધુનિક જાપાનીઝ ટેકનોલોજી દ્વારા પેનલેસ ચેકઅપ કરવામાં આવ્યું જેમાં દરિયાપુર વિસ્તારના તમામ ઉંમરના 100 થી વધુ સ્ત્રી પુરુષોએ ભાગ લીધો હતો..

 

આજના યુગમાં ખોટા આહાર વિહાર તથા ઝડપી લાઇફ સ્ટાઇલના લીધે થતી બીમારીઓ જેમાં હૃદય, જઠર, કિડની, ફેફસા, મગજ, સાંધાનો દુખાવો, પગ – ઢીંચણનો દુખાવો, મણકાનો દુખાવો, B12 ઉણપ, મલ્ટી વિટામિનની ઉણપ,ડાયાબિટીસ, લીવર, આંતરડા, કબજિયાત, મેદસ્વિતા, લોહીની ઉણપ, સ્ત્રીરોગ સંબંધિત તમામ બીમારીનું નિદાન કરીને તેમને સાચી સારવાર વિશે માહિતગાર કરવામાં આવ્યા તથા એલોપેથી દવાની ખર્ચાળ સારવાર ના બદલે સંપૂર્ણ હોમિયોપેથી દવાનું જ્ઞાન આપી સરળ અને સસ્તી સારવાર વિશે માહિતગાર કરાયા. ઉપરાંત રિપોર્ટના આધારે ભવિષ્યમાં થતી સંભવિત બીમારીથી બચવા વિશે સૂચનો પણ આપવામાં આવ્યા .

 

 

મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અવારનવાર વિસ્તારમાં આવા સમાજ સેવાના કાર્યક્રમ કરવામાં આવતા હોય છે જેનો વિસ્તારના તમામ લોકોએ ઉત્સાહપૂર્ણ ભાગ લઈને આભાર વ્યક્ત કર્યો હતો.