*દરીયાલાલ મંદિર ખાતે બીજ મહોત્સવની ઉજવણી કરાઈ*

*દરીયાલાલ મંદિર ખાતે બીજ મહોત્સવની ઉજવણી કરાઈ*

સંજીવ રાજપૂત: શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ધ્રાંગધ્રા વૈશાખ સુદ બીજ મહોત્સવ દરીયાલાલ મંદિર ખાતે સ્વ. કંચનબેન મણિલાલ પુજારા પરિવારના પ્રફુલભાઈ મણિલાલ પુજારા યજમાન પદે બીજ મહોત્સવનુ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

મંદિર સમિતિ દ્વારા યજમાન પ્રફુલભાઈ પુજારા પરિવારનું સમિતિ પ્રમુખ જીતુ કોટક તથા પ્રકાશભાઈ રાજવિર દ્વારા દાદાનું સ્મૃતિ ચિન્હ તથા ખેસ સાથે સન્માનિત કરવામાં આવેલ આ શુભ અવસરે નિલેશભાઈ કોટક પ્રમુખ રઘુવિર સેના ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રઘુવિર વેવિશાળ કેન્દ્રના નરેન્દ્રભાઈ પુજારા યજમાન પરિવારના રાજુભાઈ પુજારા રાકેશભાઈ ઠક્કર – અમદાવાદ રાજેશભાઈ સેતા પીયૂષકુમાર ભીડે – મોરબીવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

 

તેઓનું સ્વાગત પ્રમુખ જીતુભાઈ કોટક તથા આભાર વિધિ પ્રકાશભાઈ રાજવિર દ્વારા કરવામાં આવેલ સમગ્ર આયોજન મહેશભાઈ પુજારા, શરદભાઈ પુજારા મિલનભાઈ ગોવાણી, ભરતભાઈ કોટક દ્વારા કરવામાં આવ્યું હતું.