*કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે કહ્યુ કે છાશ રોટલી ખાઈશું પણ ભાજપમાં નહીં જઈએ*

કોંગ્રેસ તેના 40થી વધુ ધારાસભ્યોને જયપુર મોકલ્યા છે. તો ત્રીજા તબક્કામાં પણ અન્ય ધારાસભ્યોને જયપુર મોકલવામાં આવ્યા. અમદાવાદ એરપોર્ટથી બ્રિજેશ મેરજા, મહેશ પટેલ, કાંતિ ખરાડા સહિતના ધારાસભ્યો જયપુર જવા રવાના થયા. બ્રિજેશ મેરજાએ કહ્યું કે અમારા બધા ધારાસભ્યો એક રહે તે માટે જયપુર જઇ રહ્યા છીએ મહેશ પટેલે કહ્યું કે અમે મતદારો વિશ્વાસ નહીં તોડીએ. છાશ રોટલી ખાઈશું પણ ભાજપમાં નહીં જઈએ