*અંબાજી મંદિર વહીવટદારના હસ્તે ફ્લેગ ઓફ કરી અંબિકા રથને પ્રસ્થાન કરાવાયું*
અંબાજી, સંજીવ રાજપૂત: શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી ના વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક એસ મોદી દ્વારા ફ્લેગ ઓફ કરી શક્તિપીઠ અંબાજી ખાતેથી આજરોજ અંબિકા રથને દ્વિતીય રૂટ અંબાજીથી ચોટીલા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા સંઘ નોંધણી અન્વયે દ્વિતીય રૂટ અંબાજીથી ચોટીલાનો આજરોજ તા. ૦૮ એપ્રિલથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાદરવી પુનમીયા સંઘના સહયોગથી ગામે ગામ આ રથ મારફત ભક્તોને અંબાજી ટ્રસ્ટની વિવિધ સેવાઓથી પરિચિત કરી સંઘોની નોંધણી કરવામાં આવશે.
આ પ્રસંગે સંસ્કૃત પાઠશાળાના આચાર્ય હિંમતભાઈ દવે , અધ્યાપકો , મંદિરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.