*શહેરના આઇકોનિક એરપોર્ટ રોડ ખાતે પ્રથમ વખત મતદાન કરનાર વિધાર્થિનીઓ દ્વારા ‘મતદાન જાગૃતિ’ રેલી યોજાઈ*

*શહેરના આઇકોનિક એરપોર્ટ રોડ ખાતે પ્રથમ વખત મતદાન કરનાર વિધાર્થિનીઓ દ્વારા ‘મતદાન જાગૃતિ’ રેલી યોજાઈ*

 

અમદાવાદ, સંજીવ રાજપૂત; યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારોને અચૂક મતદાન માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ‘મતદાન જાગૃતિ’ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આ અભિયાન અંતર્ગત અમદાવાદના આઈકોનિક એરપોર્ટ રોડ ખાતે પ્રથમ વખત મતદાન કરનાર વિધાર્થિનીઓ દ્વારા ‘મતદાન જાગૃતિ’ રેલી યોજાઈ હતી. આ રેલીનું આયોજન વીણા સિંગી કોલેજ ઓફ નર્સિંગ અને એમ.એમ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

વિદ્યાર્થીનીઓ રેલી યોજી આસપાસના સ્થાનિકોને દેશહિતમાં મતદાન પર્વમાં સહભાગી થવા સંદેશો આપ્યો હતો.

 

આ રેલીમાં વિદ્યાર્થિનીઓએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ બેનરો અને પોસ્ટર્સ જેવા કે, ‘દસ મિનિટ દેશ માટે’, ‘વોટ ફોર સ્યોર’, ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ જેવાં વિવિધ સૂત્રો દ્વારા લોકોને માહિતગાર કર્યા હતા.

 

આ રેલીમાં ફર્સ્ટ ટાઈમ વોટર બનનાર સૌ વિદ્યાર્થિનીઓએ અચૂક મતદાન કરવાના અને મતદાન કરાવવાના શપથ લીધા હતા.

 

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ લોકો મતદાન કરે તે દિશામાં અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે.