આજના મુખ્ય સમાચાર.- વિનોદ મેઘાણી.

*આજના મુખ્ય સમાચાર*

*૯ વર્ષની નોકરીમાં કરોડોનો માલિક*
વડોદરાના નિવૃત ઈજનેર વર્ગ૩ ગિરીશ શાહે ૯ વર્ષની નોકરીમાં કરોડોની મિલકત ભેગી કરી ધરપકડથી બચવા આરોપી ગિરીશ શાહે કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી સિંચાઇ પેટા વિભાગની કચેરીના નિવૃત અધિક મદદનીશ ઇજનેર વર્ગ૩ ગિરીશ શાંતિલાલ શાહ સામે 4 જુલાઇના રોજ 1.26 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો ત્યારબાદ ધરપકડથી બચવા આરોપી ગિરીશ શાહે કરેલી આગોતરા જામીન અરજી વડોદરા કોર્ટે નામંજૂર કરી છે
*
*સુરતમાંસ્મશાન ભૂમિમાં મૃત્યુના આંકડા લેવા જતા પત્રકારોને રોકવા પાલિકાએ બંદોબસ્ત ગોઠવ્યો*
*પાલિકા દ્વારા આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના સવાલો ઉભા થયા છે*
શહેરમાં કોરોના સંક્રમણને લઈને રોજે રોજ મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મૃતકોના આંકડા પાલિકા દ્વારા છુપાવવામાં આવતા હોવાથી પત્રકારો સીધા સ્મશાન ભૂમિમાંથી આંકડા મેળવતાં હોય છે. જો કે, પત્રકારોને અટકાવવા માટે પાલિકા દ્વારા સ્મશાનભૂમિના ગેટ પર 3 જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે
*
*ગઢડાની પેટાચૂંટણી પહેલા ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમા પર*
બોટાદની ગઢડાની પેટા ચૂંટણી પહેલા જ ભાજપ સંગઠનમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપ મહામંત્રી હવે આમને સામને આવી ગયા છે. બોટાદ જિલ્લામાં ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોધાણી તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી છનાભાઈ કેરીયા સામસામે આવી ગયા છે.

*સિંગરોલી જીલ્લો જલ્દીથી દેશમાં સોનાનું ઉત્પાદન કરનારો જીલ્લો બની જશે*
દેશભરમાં ઉર્જા ધાનીનાં નામથી ઓળખાતા મધ્યપ્રદેશનાં સિંગરોલી જીલ્લો જલ્દીથી દેશમાં સોનાનું ઉત્પાદન કરનારો જીલ્લો બની જશે, કારણકે, સિંગરોલી જીલ્લામાં એક નવો સુવર્ણ ભંડાર મળ્યો છે. જેને બાદમાં આ સુવર્ણ ભંડારની હરાજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
*
*મહાનગરપાલિકામાં ટ્રી ગાર્ડમાં ભ્રષ્ટાચારનો આરોપ*
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્રી ગાર્ડ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે ટ્રી ગાર્ડ ખરીદીમાં મસમોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે. રીક્રીએશન કમિટીની મળેલી બેઠકમાં રૂપિયા ૩.૨૫ કરોડના ખર્ચે ટ્રી ગાર્ડ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ ઝોન દીઠ કેટલા ટ્રી ગાર્ડ ખરીદવામાં આવશે,તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.વિપક્ષી નેતાનું કહેવું છે કે, ટ્રી ગાર્ડ ખરીદીનું કામ શંકાસ્પદ છે. કયા ઝોનમાં કેટલા ટ્રિ ગાર્ડ ખરીદવાના છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
*
*લોકોએ પીએફ માંથી કરોડો રૂપિયા ઉપાડ્યા*
કોરોનાએ માત્ર લોકોનો રોજગાર જ નથી આંચકી લીધો પણ તેમની વર્ષોની બચત પણ સાફ કરી દીધી છે કોરોનાએ માત્ર લોકોનો રોજગાર જ નથી આંચકી લીધો પણ તેમની વર્ષોની બચત પણ સાફ કરી દીધી છે. ગુજરાતમાં ઇપીએફઓ વિભાગના આકડા મુજબ આ વર્ષે એપ્રિલથી જૂન સુધીમાં રેકોર્ડબ્રેક 4.05 લાખ લોકોએ પોતાના પીએફના પૈસા ઉપાડવા માટે અરજી કરી હતી.
*
*ગાય-ભેંસના એક કિલો છાણના સરકાર રૂપિયા 2 ચૂકવશે*
છત્તીસગઢમાં ભુપેશ બઘેલ પ્રધાનમંડળે પ્રતિ કિલોના 2 રૂપિયાના દરે ગોબર-છાણ ખરીદવાની મંજૂરી આપી છે. પ્રતિ કિલોના રૂ.2 ના પરિવહન ખર્ચ સહિત ગાયના છાણ ખરીદીના દરમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાતમાં આવી ગોબર બેંક બનાવવાની યોજના હતી પણ તે જોઈએ એટલી સફળ નથી. બાયોગેસ પુરતી તે યોજના ચાલે છે. હવે છત્તીશગઢમાં યોજના બની છે. નામ બદલી નાંખવામાં આવ્યું છે. રૂપાણી સરકારે હવે એક ગાયને 900ની સહાય વર્ષે આપવાની જાહેરાત માર્ચમાં કરી હતી. તે હવે પછી ચાલુ કરવામાં આવશે.
*
*નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો દાવો*
રાજ્યમાં કોરોનાની સ્થિતીને લઈ હાલ ગુજરાતમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન ભાઈ પટેલનો મોટો દાવો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં રિકવરી રેટમાં 30 ટકાથી લઈને 70 ટકા સુધીનો વધારો થયો છે. ઝડપથી દર્દીઓ સાજા થઈ રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યુ હતું કે કોરોનાથી એક પણ મોત ન થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે.
*
*રૂપાણી સરકારનો કેબિનેટમાં નિર્ણય*
વરસાદને કારણે રાજયમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિતના જિલ્લામાં થયેલા નુકસાનમાં ખેડૂતો અને પશુપાલકોને વળતરનુ એલાન વિજય રૂપાણીએ કર્યુ છે. સરકાર દ્વારા સર્વે કરાશે.ત્યાર બાદ નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે.સરકારે અતિવૃષ્ટીવાળા વિસ્તારોમાં ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે પહેલા સર્વે થશે બાદમાં સહાય ચુકવાશે
*
*કચ્છ: જખૌના સિયારી નાકા પાસે ચરસના 8 પેકેટ મળ્યા*
કચ્છના દરિયામાંથી અવારનવાર ચરસના પેકેટ મળી રહ્યા છે. ત્યારે જખૌના સિયારી નાકા પાસેથી કસ્ટમ વિભાગને ફરી ચરસના 8 પેકેટ મળી આવ્યા છે.અત્યાર સુધીમાં કરોડોની કિંમતના પેકેટ મળી આવ્યા છે
*
*વિવાદમાં છવાયેલી સુનિતા યાદવ પરીક્ષામાં ગેરરીતિ કરતી*
સુરત આરોગ્ય મંત્રીના પુત્રને કાયદાનું ભાન કરાવી સસ્તી પ્રસિધ્ધિ હાંસલ કરનાર LR સુનિતા યાદવ પોતે જ કાયદાનું ચીર હરણ કરી ચુકી હોવાનું સામે આવી રહ્યું છે. કોલેજ કાળમાં નાની નાની બાબતે વિદ્યાર્થીઓ સાથે ઝઘડા પર ઉતરી આવનારી સુનિતા યાદવ વિષે તેમના પ્રોફેસરએ નામ ન લખવાની શરતે કહ્યું કે, સુનિતાનો સ્વભાવ પહેલીથી જ આવો છે. કોઈ પણ સાથે ઝઘડામાં ઉતરીને પોતાને કંઈક સમજતી હોય એમ સુનિતા M.A.ની પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપાઈ હતી. જેથી તેને એક સત્ર માટે સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ સાથે જાહેરમાં બાખડી પડતી
*
*વેબસાઈટ પરથી ઘરબેઠા મગાવો શાકભાજી*
શાકભાજી વેચનાર ફેરીયાઓ સુપર સ્પ્રેડર બન્યા છે. જેથી લોકોને શાકભાજી લેવા જતા ડર લાગી રહ્યો છે, ત્યારે લોકોની આ સમસ્યાને દૂર કરીને ખેડૂતોને યોગ્ય ભાવ મળે તેવા સારા ભાવાર્થ સાથે કેટલાક ખેડૂતપુત્રોએ શરૂ કર્યુ છે ઓનલાઇન શાકભાજીનું વેચાણ.અમદાવાદના 4 યુવકોએ ધરતીપુત્ર નામે વેબસાઈટ શરૂ કરી છે. પાયલટ પ્રોજેક્ટ રૂપે શરૂ કરેલી આ વેબસાઈટમા શહેરના પુર્વ વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. જેના થકી લોકોને ઘરે ઘરે શાકભાજી પહોંચાડવામા આવે છે.છેલ્લા 20 દિવસથી શરૂ કરેલી આ વેબસાઈટના માધ્યમથી રોજનું 250 કિલો શાકભાજી લોકોના ઘર સુધી પહોંચાડવામાં છે.
*
*Jio અને Google મળીને બનાવી રહ્યા છે મોબાઈલ*
રિલાયન્સ જિયોએ જાહેરાત કરી છે કે કંપની ગૂગલ સાથે ભાગીદારી કરી રહી છે. આ ભાગીદારી હેઠળ, એક ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે
જે એન્ટ્રી લેવલ 4 જી અને 5 જી સ્માર્ટફોન માટે હશે.
*
*અમદાવાદની મહિલા પત્રકાર પર બળાત્કાર*
મહિલા પત્રકારે ફ્રીલાન્સ મહિલા પત્રકાર એક ડોક્ટર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાને સારવાર માટે બોલાવી બળાત્કાર કર્યા હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો છે. ડોક્ટર કનુભાઇ પટેલની ધરપકડ કરી છે. આરોપીએ મહિલા ને સારવાર માટે અન્ય ડોક્ટર સાથે મુલાકાત કરાવવાનું કહી નરોડા પાસે આવેલી હોટેલ આસો પાલવમાં લઈ ગયો હતો મહિલાએ બળાત્કારનો આક્ષેપ કરતા પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.
*
*પ્રધાનમંત્રીએ વર્લ્ડ યુથ સ્કિલ ડેના અવસર પર યુવાનોને કર્યા સંબોધિત*
નરેન્દ્ર મોદીએ વર્લ્ડ યુથ સ્કિલ ડેના અવસર પર યુવાનોને સંબોધિત કર્યા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજના દિવસે 21મી સદીના યુવાઓને સમર્પિત છે સ્કિલ યુવાઓની સૌથી મોટી તાકાત છે. બદલતી જીવન જીવવાની રિતો સ્કિલને બદલી દીધો છે. આપણા યુવા ઘણી નવી વાતોને અપનાવી રહ્યા છે.
*
*સીબીએસઈ ધોરણ 10નું પરિણામ જાહેર*
નવી દિલ્હી સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકેંડરી એજ્યુકેશન ધોરણ-10નું પરિણામ આખરે જાહેર કરવામાં આવ્યું છે.આ સાશે જ પરીક્ષા આપનારા 18 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને ની જાણકારી આપી છે.
*
*માલિકે મચાવી તબાહી 21ને ઉતાર્યા મોતને ઘાટ*
ચીનમાં પ્રશાસને એક બસ ડ્રાઇવરનું વર્ષો જુનુ ઘર તોડી નાખ્યું હતું જેને પગલે ગુસ્સે ભરાયેલા મકાન માલિકે એક અકસ્માતને અંજામ આપીને 21 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. આ ઘટના અનશુન પ્રાંતમાં બની હતી.મકાન માલિકે પ્રશાસનને વિનંતી કરી હતી કે મારૂ મકાન ત્યાં સુધી ન પાડો જ્યા સુધી મને બીજુ મકાન ન મળે જોકે આ વિનંતીને ધ્યાન પર ન લઇને પ્રશાસને મકાન તોડી પાડયું હતું. જેનાથી ગુસ્સે ભરાયેલા આ શખ્સે 21 લોકોની હત્યા કરી હતી
*
*સચિન પાયલટે ખોલ્યું રહસ્ય*
રાજસ્થાનમાં સત્તા સંઘર્ષ અને રાજકીય તાકાતની લડાઈ વચ્ચે રાહુલ ગાંધીની સાથે અશોક ગેહલોત અને સચિન પાયલટની એક જુની તસવીર ચર્ચામાં આવી. ત્યારે રાહુલ ગાંધીએ ભલે એ તસવીરને યૂનાઇટેડ કલર્સ ઑફ રાજસ્થાન નામ આપ્યું હતુ, પરંતુ ખરેખરમાં તે રણ વિસ્તારનાં 2 દિગ્ગજોની પરસ્પરની સ્પર્ધાનું પ્રતીક હતી.
*
*સુરતમાં હોસ્પિટલ ઓક્સિજન અને ICU સાથે તૈયાર થશે*
સુરત. શહેરમાં કોરોના વાઈરસ બાબતે જિલ્લા સેવા સદન-2 ખાતે યોજવામાં આવી હતી. જેમાં બે સ્પેશિયલ અધિકારી મહેન્દ્ર પટેલ અને મિલિંગ તોરવણે સાથે પાલિકા કમિશનર અને કલેક્ટર પણ હાજર રહ્યા હતા. જણાવ્યું હતું કે, 20 જુલાઈ સુધીમાં આખી 1000 બેડની હોસ્પિટલ ઓક્સિજન અને સાથેની તૈયાર થઈ જશે.
*
*રેશનિંગના અનાજ કૌભાંડ બે દુકાનદારના લાયસન્સ સસ્પેન્ડ*
ગીર ગઢડા: મામલે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સહિત બે દુકાનદારના લાયસન્સ સસ્પેન્ડ તપાસ દરમિયાન ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યુંબેડિયા અને ધોકડવામાં સસ્તા અનાજની બે દુકાનના લાયસન્સ 30 દિવસ માટે સસ્પેન્ડતપાસ દરમિયાન પ્રાથમિક તબક્કે ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું હતું
*
*સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોબાઈલ સાથે હવાલદાર ઝડપાયો*
અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં અવારનવાર ફોન અને પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતી હોય છે. તેને લઈને જેલમાં કઈ રીતે આવી વસ્તુ પહોંચે છે તેના પર સવાલ ઊભા થાય છે ત્યારે જેલમાં જ ફરજ બજાવતા હવાલદાર મોબાઈલ અને તમાકુની પડીકી લઈ જતા હોવાનું સામે આવ્યું છેફરજ બજાવતા હવાલદાર વિપુલ પ્રવિણભાઈ રામાનુજ ની કપડાની તપાસ કરવામાં આવી હતી
*
*અમદાવાદની ૧૪ બેંકોમાંથી નકલી નોટો ઝડપાઈ*
ભારતના અર્થતંત્રને નુકશાન પહોંચાડવાનું સૌથી મોટું કાવતરું સામે આવ્યું છે. લોકડાઉનની સ્થિતિમાં અમદાવાદની અલગ અલગ 14 બેંકોમાંથી નકલી ચલણી નોટ ઝડપાઈ છે. ક્રાઈમે શહેરની 14 બેન્કમાંથી 1097 ચલણી નોટ મળી આવી છે ક્રાઈમે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે
*
*શિક્ષક એવોર્ડ માટે 15મી જુલાઈ સુધી અરજી કરી શકાશે*
સુરત માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા શિક્ષક પુરસ્કાર 2020(NAT) માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવી છે. આ અંગેની જાણકારી nationalawardstoteachers.mhrd.gov.in પર આપવામાં આવી છે. હવે શિક્ષકો આ એવોર્ડ માટે 15 જુલાઈ સુધી અરજી કરી શકે છે. અગાઉ આ એવોર્ડ માટે અરજી કરવાની અંતિમ તારીખ 6 જુલાઈ હતી.
*
*કોર્પોરેશનની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસમાં ઘમાસાણ*
અમદાવાદમાં બે શહેર પ્રમુખની કરી માંગ અમદાવાદ શહેરની મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઘમાસાણ મચ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ કાર્યકરોએ હવે શહેર કોંગ્રેસને બે ભાગમાં વહેંચવાની માંગણી સાથે અભિયાન શરૂ કર્યું છે.
*
*૧૫મી જુલાઈ અમીર સત્ય ફાઉન્ડેશન દ્વારા મીટીંગનુ આયોજન*
અંબાજી: અમીર સત્ય ફાઉન્ડેશનની ગુજરાત રાજયની મીટીંગનું વીડિયો કોન્ફરન્સનુ આયોજન કરાયું અમીર સત્ય ફાઉન્ડેશનની ગુજરાત રાજયની મીટીંગનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજન કરાયું છે
*
*અંબાજી ખાતે ભાદરવી પુનમની પરંપરા તૂટશે?*
આ વખતે મેળા મહોત્સવનું આયોજન સ્થિગત રાખવા સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે આગામી બે-ત્રણ દિવસમાં સરકાર અને પૂનમિયા સંઘોના પ્રતિનિધીઓ સાથે બેઠક બાદ આ સંદર્ભે નિર્ણયની જાહેરાત કરાશે
*
*બકરુ કાઢતા ઊંટ પેઠું*
ઓનલાઈન ક્લાસના કારણે બાળકોમાં આંખોની તકલીફો વધી, સતત મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ બની રહ્યો છે જોખમી
*
*અતિ ભારે વરસાદની આગાહી*
મુંબઈમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ હટાવી રેડ એલર્ટ કરાયું, 18 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી
*
*લોહીનાં ટીપા દ્રારા જાણી શકાશે હાર્ટ એટેકની સંભાવના*
કાનપુરના લક્ષ્મીપત સિંઘાનિયા ઇંસ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીના ડોક્ટરોએ આ તપાસની શરૂઆત કરી છે. અત્યાર સુધી હાર્ટ અટેકની શંકા હોવા બાબતે તપાસ કરવા માટે ઇસીજી સિવાય લોહીમાં કાર્ડિયક ટ્રોપોનિનની તપાસ થતી હતી. ટ્રોપોનિનનું સ્તર ઓછું રહેવા પર હાર્ટ એટેકની સંભાવના ઓછી માનવામાં આવતી હતી પરંતુ રિસર્ચ બતાવે છે કે આ પદ્ધતિ યોગ્ય નથી.