*સુરતમાં બોગસ પત્રકાર ઝડપાયો*

ઓલપાડઃ શહેરના વેડરોડ પર રહેતો જૈનિશ પટેલ નકલી પત્રકાર બની ઓલપાડ તાલુકાના કનાડ ગામે છેલ્લા કેટલા દિવસથી લોકોને ધમકાવી તોડબાજી કરતાે હતો. જેને ગામના લોકોએ સરપંચ સાથે મળી ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો. વેડરોડના ટુંકી ફળિયામાં રહેતો જૈનિશ સુરેશચંદ્ર પટેલ નકલી આઈડી કાર્ડ બનાવી પત્રકારના નામે લોકોને ધમકાવી તોડબાજી કરતો હતો ક્રાઈમ રીપોર્ટર હોવાની ડંફાસ મારતો હતો
આઈકાર્ડ બનાવી લાંબો સમયથી જૈનિશ પટેલ સુરત શહેર અને ગ્રામ્યમાં લોકોને ધમકાવી તોડબાજી કરતો હતો. જે કોઈ વ્યકિત ભોગ બન્યા હોય તો તેમણે ઓલપાડ પોલીસને ફો નં. 02621-222043 ઉપર જાણ કરવી.