*કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં ધુબાકા મારવા જઈ રહ્યાં છેઃ CM રૂપાણી*

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહનું વર્તમાન સત્ર મોકૂફ રાખવાના વિપક્ષી નેતાના પ્રસ્તાવનો જવાબ આપ્યો છે. મુખ્યમંત્રીએ વિપક્ષની ટીકા કરતા કહ્યું કે, કોરોનાના નામે કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં જલસા કરવા, ધુબાકા મારવા અને રાજકારણ રમવા જઇ રહ્યા છે. ભાજપના સૌ જનપ્રતિનિધિઓ અને રાજ્ય સરકાર કોરોના વાઈરસના ભયમાં રહેલી ગુજરાતની જનતાની ચિંતા કરી, કોરોનાથી પ્રજાવર્ગોને બચાવવાના ભાવ સાથે જાનના જોખમે પણ ડર્યા વિના વિધાનસભામાં પ્રજાહિતના કામો કરે છે.કોરોનાના ભય વચ્ચે જનતાને ભગવાન ભરોસે છોડી કોંગ્રેસ પ્રજા દ્રોહ કરે છે’ સભ્યોને પ્રજાના પ્રતિનિધિ તરીકેની જવાબદારી નિભાવવા ગૃહમાં બેસવું જ પડે