રાજપીપળાની વિવિધ શાળા-કોલેજોમાં તથા સંસ્થાઓમાં પણ શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમો યોજાયા.
મીણબત્તી પ્રગટાવી, અને બે મિનિટનું મૌન પાળ્યું.
૧૪મી ફેબ્રુઆરીના રોજ એક વર્ષ પહેલાં પુરવામાં ૪૫ જેટલા જવાનો શહીદ થયા હતા તેને એક વર્ષ પૂર્ણ થતા વરસીએ રાષ્ટ્રહિત નર્મદામાં ગામેગામ શહીદ જવાનોને વરસીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રાજપીપળા ખાતે લીમડા ચોકમાં માછી સમાજના યુવાનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં માછી સમાજના લોકોએ ભેગા મળી શહીદોને તસવીરોને ફૂલહાર કરી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે નાંદોદ તાલુકાના વાવડી ગામે સમસ્ત વાવડી ગામના ગ્રામજનો વતી નાના બાળકોથી માંડીને યુવાનો મહિલાઓ મોટેરાઓ મોટી સંખ્યામાં ભેગા થઈને ઓટલા પર મીણબત્તી પ્રગટાવીને બે મિનિટ નુ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
જ્યારે દાહોદ તાલુકાના વરાણા ગામે પણ ગ્રામજનો એ મોટી સંખ્યામાં ભેગા થઈને મીણબત્તી પ્રગટાવી શહીદોના આત્મા ને શાંતિ મળે અને તેમના પરિવારજનો પર આવી પડેલી આફતથી ને સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના કરી બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. ગામના સરપંચ નીરજભાઈ એ કહી દો પાસેથી પ્રેરણા લેવા અનુરોધ કરી આતંકવાદ સામે લડે લેવા મક્કમ રહેવાનો નિર્ધાર કર્યો હતો. જ્યારે રાજપીપળા, વિહિપ, બજરંગ દળના કાર્યકરોએ પણ સફેદ ટાવર પાસે શહીદો
માટે શ્રદ્ધાંજલિનો જાહેર કાર્યક્રમ ગોઠવાયો હતો. એ ઉપરાંત રાજપીપળાની વિવિધ શાળા-કોલેજોમાં પણ શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમો યોજાયા હતા.
એ ઉલ્લેખનીય છે કે ૧૪મી મેના રોજ પુરવામાં 45 જવાનો શહીદ થયા હતા તેની વરસી શહીદોને યાદ કરતા દ્રશ્ય ખડા થયા હતા., આતંકવાદીઓ દ્વારા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારતીય જવાનોને થતી સીઆરપીએફના વાહન પર આત્મઘાતી હુમલો કરી આડેધડ ફાયરિંગ કરતા તેમાં દેશના 45 જવાનો શહીદ થયા હતા, જેને એક વર્ષ પૂર્ણ થતા ગામેગામ મીણબત્તી પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને બે મિનિટનું મૌન પાળ્યું હતું.