*યાત્રાધામ અંબાજી જવાનો રસ્તો 25મી માર્ચ સુધી બંધ*

દાંતાથી અંબાજી જવાના રસ્તા ઉપર ત્રિશુળીયા ઘાટ ઉપર થતા અકસ્માતો નિવારવા માટે પ્રોટેક્શન વોલ, રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલુ હોવાથી તેમજ રસ્તા કાપવાની કામગીરી ચાલુ હોવાથી રસ્તો આગામી 25મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રિશુલીયા ઘાતમાં ચેઇનેજ કિ.મી રસ્તાની પહોળાઈ વધારવા માટે રસ્તાનો ટ્રાફીક ચાલુ રાખી શકાય તેમ નથી. જેને લઇને આ રસ્તો બંધ કરી વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રતિબંધનો ભંગ કરનારને સજા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવશે.વૈકલ્પિક રસ્તો દાંતા કણબીયાવાસ-કુવારસી-બોરડીયા-બેડા-હાથીપગલા-સનાલી-હડાદ-મચકોડા-ગનાપીપળી-ચીખલી-અંબાજી