*રાજુલામાં મોરારિબાપુની કથા 15 દિવસ સુધી મોકૂફ*

અમરેલી: રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના દ્વારા રામકથાનું આયોજન કરાયું છે. જેમાં મોરારિબાપુના વ્યાસાસનેથી હજારોની સંખ્યામાં શ્રાવકો કથાનો લાભ લઇ રહ્યા હતા. પરંતુ કોરોના વાઇરસને કારણે પહેલી વાર બાપુએ કથાને સ્થગિત કરી છે. આગામી 15 દિવસ માટે કથાને વિરામ આપ્યો છે. બધુ સરખું થઇ જાય પછી 1 એપ્રિલથી ફરી કથા શરૂ કરવામાં આવશે.