*લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા કોંન્સ્ટેબલનો વીડિયો વાયરલ, સાહેબને પણ રૂપિયા આપવા પડે છે*

બનાસકાંઠાના વડગામ પોલીસ મથકના કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહનો વીડિયો વાઈરલ થયો છે. કોન્સ્ટેબલ ખુલ્લે આમ વાહનો રોકીને રૂપિયા ઉઘરાવ હતો. એક વાહન દીઠ તે 300 રૂપિયા માગી રહ્યો હતો. સાથે જ તે ખુલ્લેઆમ રૂપિયા લઈને એવું કહેતો હતો કે, સાહેબને પણ રૂપિયા આપવા પડે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાઈરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ઉઠ્યો છે.