*ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા શિવશોભા યાત્રાનું કરાયું સ્વાગત*

*ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા શિવશોભા યાત્રાનું કરાયું સ્વાગત*

જામનગર, સંજીવ રાજપૂત: મહાશિવરાત્રી નિમિતે જામનગરમાં ભવ્યથી ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જામનગર શહેરમાં શિવ શોભાયાત્રાનું સ્વાગત કરવા પ્રજાજનો યાત્રાના માર્ગ ઉપર મળતી પડે છે, આ તબ્બકે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા બેડી ગેઇટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

આ તબ્બકે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, મેયર વિનોદ ખીમસુરિયાં, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સાશકપક્ષ નેતા આશિષ જોશી, પૂર્વ પ્રમુખો હસમુખ હિન્ડોચા, હિતેનભાઈ ભટ્ટ, અશોક નંદા, મુકેશ દશાણી, અમીબેન પરીખ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મહાદેવ મિત્રમંડળ ના રાજુભાઈ વ્યાસ (મહાદેવ), પૂર્વ મત્રીશ્રીઓ, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયર, મોરચાના પદાધિકારીઓ, કોર્પોરેટરઓ, વોર્ડના કાર્યકરો, સેલના હોદેદારો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.