*એર ઓફિસર-ઇન-ચાર્જ કાર્મિક તરીકેનો કાર્યભાર સંભાળતા એર માર્શલ નાગેશ કપૂર*
જીએનએ અમદાવાદ: એર માર્શલ નાગેશ કપૂરે 01 સપ્ટેમ્બર 2023ના રોજ એર ઓફિસર-ઇન-ચાર્જ કાર્મિક (AOP) તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પદભાર સંભાળવાના પ્રસંગે, તેમણે રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પમાળા અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ અને રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી, એર માર્શલને 06 ડિસેમ્બર 1986ના રોજ ભારતીય વાયુસેનાની ફ્લાઇંગ બ્રાન્ચના ફાઇટર સ્ટ્રીમમાં નિયુક્તિ આપવામાં આવી હતી. 36 વર્ષથી વધુ લાંબી કારકિર્દીમાં, એર માર્શલે વિવિધ મુખ્ય ક્ષેત્રો અને સ્ટાફની નિયુક્તિઓની જવાબદારી સંભાળી છે. તેમની હાલની નિમણૂક પહેલાં, તેઓ મુખ્ય પ્રયાગરાજ ખાતે આવેલા સેન્ટ્રલ એર કમાન્ડના હેડક્વાર્ટરમાં વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસર તરીકે સેવા આપતા હતા.
તેમની પ્રશંસનીય સેવાઓ બદલ, તેમને 2008માં વાયુ સેના મેડલ અને 2022માં ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા અતિ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.