*ભાજપના છ વિધાનસભ્યો નારાજ*

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો ઉપર 26 માર્ચે મતદાન થવાનું છે એ અગાઉ જ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને સાચવવા માટે રિસોર્ટ રાજકારણનો સહારો લેવો પડ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવાર અને કોંગ્રેસના બે ઉમેદવાર જાહેર થયા છે. આમ રાજ્યસભાની ચૂંટણી ભાજપે રસાકસીભરી બનાવી દીધી છે. વળી, ભાજપના ગુજરાતના મોટા ભાગના વરિષ્ઠ નેતાઓ રાજ્યસભામાં તેમના ત્રણેત્રણ ઉમેદવાર જીતશેના દાવા કરી રહ્યા છે એટલે ભાજપ દ્વારા ક્રોસ વોટિંગ કરાવાની પ્રબળ શક્યતા વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવાની તજવીજમાં લાગી ગઈ છે. બીજી બાજુ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે દાવો કર્યો છે કે ભાજપના છ નારાજ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, જેમાંથી ઉત્તર ગુજરાતના ત્રણ ધારાસભ્યો હાલમાં રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે રિસોર્ટમાં છે