*કોરોના વાયરસની વૈશ્વિક અસર, દુનિયાભરના સ્વામીનારાયણ મંદિર થશે બંધ*

સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના ફેલાવાના કારણે સ્વામીનારાયણ સંપ્રદાયના મેનેજમેન્ટે દુનિયાના તમામ સ્વામીનારાયણ મંદિરોને બંધ કરવાની જાહેરાત કરી છે. મેનેજમેન્ટનું કહેવું છે કે, કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સ્થાનિક લોકો, પર્યટકો અને વોલંટિયર્સની તબિયતને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ COVID-19 વૈશ્વિક મહામારી જાહેર કરી છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 5 હજારથી પણ વધારે લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 134,000 લોકો આ વાયરસના સંક્રમણમાં આવ્યા છે.