*ગુજરાતમાં 29મી માર્ચ સુધી શાળા કોલેજો અને સીનેમાઘરો બંધ બોર્ડની પરીક્ષાઓ રહેશે ચાલું*

ગુજરાતમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્ય સરકારે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. કોરનોનાને લઈ જે પગલાં લેવામાં આવ્યાં છે તેની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે તેવું રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમે જણાવ્યું હતુ. એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનીગ કરવામાં આવી રહ્યું છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષા પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. તો 29 મી માર્ચ સુધી શાળા કોલેજો તેમજ આંગણવાડીઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.