બીજા દિવસે પણ ધુમ્મસને લીધે ફ્લાઇટ લેટ થઈ.

શિયાળામાં વધી રહેલી ઠંડીની સાથે સાથે છેલ્લા બે દિવસથી દેશભરમાં વાદળછાયુ વાતાવરણ થઇ ગયું છે. જેમાં સવારે અને મોડી સાંજે ધુમ્મસ છવાઈ જતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. સતત બીજા દિવસે પણ ધુમ્મસનું સામ્રાજ્ય હતા દેશભરમાં ફ્લાઇટના શિડ્યુલ ખોરવાયા હતા. ખાસ કરીને દિલ્હી સહિત ઉત્તર ભારત તરફથી આવતી તમામ ફ્લાઈટ લેટ થઈ હતી. સવારે અમદાવાદ એરપોર્ટ પર પણ પૂરતી વિઝિબિલિટી નહી મળતી હોવાની પાઇલટની ફરિયાદ શરૂ થઇ જતા ફ્લાઇટના શિડ્યુલ લેટ કરવા પડ્યા હતા. જેને કારણે એરપોર્ટ પર પહોંચેલા મુસાફરોને લાંબા સમય સુધી ફ્લાઇટની રાહ જોતા બેસી રહેવું પડ્યું હતું. શનિવાર અને રવિવારે દેશભરમાં મોટા ભાગની ફ્લાઇટના શિડ્યુલ ખોરવાયા હતા.