*દિલ્હીમાં કોરોના વાયરસથી મહિલાનું મોત સ્મશાન ગૃહે અંતિમ સંસ્કાર કરવાની ના પાડતા ખળભળાટ*

દિલ્હીમાં કોરોના વાયરસના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું ત્યારે નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જે અંગે મીડિયામાં અહેવાલ આવતાં અંતે નિગમબોધ ઘાટે કોરોનાથી જીવ ગુમાવેલા મહિલાના અંતિમ સંસ્કારની મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ પરિવારના લોકો જ્યારે મૃતદેહ લઈને નિગમબોધ ઘાટ પહોંચ્યા તો તંત્ર દ્વારા અંતિમ સંસ્કારની મંજૂરી આપી ન હતી.એક સંબંધીએ જણાવ્યું કે આ અંગે તેઓએ જ્યારે નિગમબોધ ઘાટના પ્રમુખને ફોન કરીને ફરિયાદ કરી તો તેઓએ પણ મૃતદેહને બીજે લઈ જઈને અંતિમ સંસ્કાર કરવાનું કહ્યું હતું. જો કે બાદમાં આ અંગેના અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતાં નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કારની મંજૂરી આપવામાં આવી હતી.