*78 યાત્રીઓ ભરેલી નાવ પથ્થર સાથે ટકરાતા પલટી*

મહારાષ્ટ્રના રાયગઢમાં માંડવા તટ પર એક નાવ પલટી ગઈ હતી જેમાં માછીમારો અને કોસ્ટ ગાર્ડને કારણે નાવમાં સવાર તમામ 78 લોકોને સુરક્ષીત બહાર કઢાયા હતા. વહેલી સવારે 78 યાત્રીઓને લઈ માંડવા જવા નીકળેલી એક નાવ એક મોટા પથ્થર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતા તાત્કાલિક મરીન પોલીસ અને અન્ય એજન્સીઓને દોડી આવી હતી. તેથી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.