*ઇન્દિરા ગાંધીના નિર્વાણ દિવસ અને સરદાર પટેલની જન્મ જયંતિએ બાળકોને કરાયું વિતરણ*
જામનગર, સંજીવ રાજપૂત: તા. ૩૧-૧૦-૨૦૨૩ ના રોજ ભારતના પ્રથમ મહિલા પ્રધામંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીના નિર્વાણ દિવસ અને લોખંડી પુરૂષ એવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી બાળકો માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
જે અનુસંધાને વોર્ડ નંબર ૧૨ ના નગરસેવિકા તેમજ ઝહરા ફાઉન્ડેશન ના ફાઉન્ડર એડવોકેટ જેનબબેન ખફી દ્વારા નાના બાળકો ને આ બંનેના વ્યક્તિત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમના જેવા બનવાની પ્રેરણા આપી તેમજ વોટરબેગ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.