*સુરતના બારડોલી ખાતે નવનિયુક્ત આચાર્યશ્રીઓનું સન્માન કરતાં રાજ્ય શિક્ષણ મંત્રી.*
સુરત, સંજીવ રાજપૂત: સુરતના બારડોલી ખાતે નવનિયુક્ત આચાર્યોનું સન્માન કરવામાં આવ્યું જેમાં સમારંભ ના અધ્યક્ષ સ્થાને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભના પ્રમુખ સ્થાને જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. દિપકભાઈ દરજી તેમજ સમારંભના મુખ્ય મહેમાન તરીકે બારડોલી એજ્યુકેશન સોસાયટીના ચેરમેન હસમુખભાઈ એમ.પટેલ તથા માનદમંત્રી વ્યોમભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા , સુરત ડીઈઓ કચેરીના વહીવટી અધિકારી નરેશભાઈ જોષી,શિક્ષણ નિરીક્ષક . ડૉ સંગીતાબેન મિસ્ત્રી, તેજલબેન રાવ તેમજ જીતેન્દ્રભાઈ જોષી હાજર રહ્યા.
આ કાર્યક્રમમાં સુરત જિલ્લાના તમામ ઘટક સંઘના હોદ્દેદારો તથા સમગ્ર જિલ્લા માંથી ખુબ મોટી સંખ્યામાં આચાર્યો ઉપસ્થિત રહ્યા.બારડોલી એજ્યુકેશન સોસાયટીના તમામ હોદેદારો તથા કારોબારી સભ્યો હાજર રહ્યા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા પ્રાર્થના થી કરવામાં આવી. સુરત જિલ્લા આચાર્ય સંઘ ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણએ સ્વાગત પ્રવચન કરી સૌ ને આવકાર્યા,ત્યાર બાદ આગંતુક સૌ મહેમાનો ને પુષ્પ ગુચ્છ તથા સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા.માનનીય શિક્ષણ મંત્રીએ તેમના વ્યક્તવ્ય માં એક આદર્શ આચાર્યની રાષ્ટ્ર નિર્માણ માં ભૂમિકા વિશે ખૂબ જ સરસ માહિતી આપી. તમામ નવનિયુક્ત આચાર્યોને શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી દિપકભાઈ દરજી સાહેબે પણ શિક્ષણ માં આચાર્યની ભૂમિકા વિશે ખૂબ જ સરસ માહિતી આપી .સૌ નવ નિયુક્ત આચાર્યો ને શુભેચ્છા પાઠવી હતી.ત્યારબાદ સુરત જીલ્લા ના સમગ્ર તાલુકામાં નિમણુંક પામેલા 32 જેટલા આચાર્યને પુષ્પ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યા હતા.અંતમાં નવ નિયુક્ત આચાર્યમાંથી ગીરીશભાઈ તથા શ્રીમતી ચેતનાબેને એમના અભિપ્રાય રજૂ કર્યા હતા.ત્યાર બાદ સુરત જિલ્લા આચાર્ય સંઘ ના મહામંત્રી મુકેશભાઈ એ આભારવિધિ કરી હતી.ત્યારબાદ રાષ્ટ્ર ગાન કરી સૌ પ્રીતિ ભોજન લઈ છૂટા પડ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરલભાઈ વ્યાસ, હિરેનભાઈ પાઠક તથા રીતેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.