*કોરોનાના કારણે ઝુક્યું પાકિસ્તાન મોદીના પ્રસ્તાવનો સ્વીકાર*

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ જીવલેણ કોરોના વાયરસ વિરુદ્ધ સાર્ક દેશોને એક સાથે આવવા માટે આહ્વાન આપ્યું છે ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ આ સંકટ સામે લડવા માટે ક્ષેત્રીય અને વૈશ્વિક બન્ને મોરચા પર સંકલિત પ્રયત્નોની જરુરત પર બળ આપ્યું છે.આ પહેલા કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના પાડોશીઓની મદદ માટે તૈયાર છે. પાકિસ્તાનના વડાપ્રધાન કોરોના વાયરસના પ્રકોપને પહોંચી વળવા માટે ઈમરજન્સી બેઠક પણ કરી ચૂક્યા છે.