કોંગ્રેસ અગ્રણી ભલાભાઇ પગી નાટકીય રીતે પોલીસ સમક્ષ હાજર

ગોધરા: શહેરા તાલુકાના નાડા ગામના કોગ્રેસના અગ્રણી રંગીતભાઇ ઉર્ફે ભલાભાઇ પગી ચાર માર્ચે વાહેલી સવારે ગુમ થયા હતા. તેઓ ગુમ થતાં પહેલા સુસાઇટનોટ લખીને ગયા હોવાથી સુસાઇટ નોટને લઇને હંગામો મચ્યો હતો.ભલાભાઇ પગીએ સુસાઇટ નોટમાં આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક ધારાસભ્ય સહીત સરકારી અધીકારીઓ દ્વારા હેરાનગતિ અને માનસિક ત્રાસથી કટાંળીને આત્મહત્યા કરવા જઇ રહ્યો હોવાનુ| જણાવ્યુ| હતું. ભલાભાઇ પગી ગુમ થતાં શહેરા તાલુકામાં રાજકારણ ગરમાર્યુ હતું.