*રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા પોતાના મતવિસ્તારમાં કર્યું ખાત મુહુર્ત*
સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ તેમના મતવિસ્તારમાં RCC રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું.
રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ તેમના મતવિસ્તારના શ્યામધામ ચોક સ્થિત દેવીકૃપા સોસાયટી વિભાગ ૧માં RCC રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રત્યેક નાગરિક સુધી અનેક જનકલ્યાણકારી તેમજ લોકસુખાકારીના કામો સુદૃઢ, સક્ષમ અને આયોજનબધ્ધ કરીને વિકાસની સુવાસ ફેલાવી જન-જનને બહેતર સુવિધાઓ મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રતિદિન કાર્યશીલ છે અને રહેશે તેવું તેઓએ જણાવ્યું હતું.