ગાંજા કેસમાં મહિલા પીએસઆઈ અર્ચના રાવલ ફરાર

ભુજ: કચ્છ યુનિવર્સિટીની આગળ કાર લઇને ઊભેલા યુવાનોને ગાંજાના કેસમાં ફીટ કરવાની ધમકી આપી ૩૦ હજાર પડાવી લેનારા મહિલા પીએસઆઈ અને ડ્રાઈવર સામે લાંચ રુશ્વતની કલમો તળે ગુનો નોંધાયો હતો. જે કેસમાં મહિલા પીએસઆઈ અર્ચના રાવલ હજુ ફરાર છે અને તપાસનીશ પોલીસ તેને પકડી નથી શકતી.