એસપી સરોજ કુમારીએ મોડી રાત્રે ટ્રેનમાં પેટ્રોલિંગ ચેક કર્યું જેના ભાગરૂપે
પુરી થી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજાના જથ્થા સાથે બે યુવક સહિત ૨૨ કિલો ગાંજાનો જથ્થો : એસપી સરોજ કુમારી
ઓરિસ્સાથી ડ્રગ્સ માફિયા દ્વારા ગાંજાનો જથ્થો યુવા કેરિયર દ્વારા મોકલવામાં આવતો હતો જેને નેસ્તનાબૂદ કરવાનું કામ રેલવેના ડો રાજકુમાર પડીયાન શરૂ કર્યું
અન્યો રાજ્યમાં રેલ્વે ટ્રેન દ્વારા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ કે માદક પદાર્થ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે રેલવેના પશ્ચિમ રેલવે ડો રાજકુમાર પડીયાન દ્વારા ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરિક્ષિતા રાઠોડ સૂચના આપવામાં આવી હતી અને તેમને, પોલીસ અધિક્ષક સરોજ કુમારી ની આદેશ આપ્યો હતો જેના આધારે અલગ અલગ રાજ્યમાંથી આવતી ટ્રેનો ઉપર વિશેષ તકેદારી ના ભાગરૂપે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગત રાતે ખુદ સરોજ કુમારી સુરત રેલ્વે સ્ટેશન પર નાઈટ માં પેટ્રોલિંગ કર્યું હતું જેના ભાગરૂપે ઓરિસ્સાથી આવતી પુરી એક્સપ્રેસ પૂરી અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેનમાં નંદરબાર થી એસ ઓ જી નો સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ શરૂ કર્યું હતું જેમાં ટ્રેન નંબર 12 8 34 ના એસ થ્રી કોચ પાસે ટોયલેટ નજીક બે શંકાસ્પદ ઈસમો જેનું નામ વિક્રમ લિપુ મધુસુદન પ્રધાન રહે ગંજામ ,ઓરિસ્સા બીજો હિસાબ વિકાસ સંતોષ પ્રઘાન ને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા તેની પાસેથી બે સોલ્ડર બેગમાં ૧૨ કિલો ગાંજા નો જથ્થો સાથે ઝડપી પાડ્યા હતા જેની કિંમત ₹1,20,000 થાય છે આ બનાવ સંદર્ભે સુરત રેલવે સ્ટેશનને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે આ ટ્રેનમાં સુરતથી અમદાવાદ તરફ જતી વખતે એસ ઓ જી એ દરમિયાન જનરલ કોચના વચ્ચેના પેસેજમાંથી શંકાસ્પદ બિન વારસી મળી આવીતી જેમાંથી દસ બંગલોમાં 10 કિલો ગાંજો નો જથ્થો મળી આવ્યો તો જેની કિંમત ₹1,00,000 નો મુદ્દામાલ કબજે લઈને નડિયાદ પોલીસ સ્ટેશનને ગુનો નોંધાવ્યો હતો છેલ્લા કેટલાક સમયથી ઓરિસ્સાથી પૂરી અમદાવાદ ટ્રેનમાં ડ્રગ્સ માફિયા દ્વારા અવર નવર નવી નવી તરકીબ અજમાવીને ગરીબ યુવા પેઢીને કેરિયર તરીકે મોકલી રહ્યા છે ઉલ્લેખનીય બાબતે છે કે રેલવેના બરોડા ડિવિઝનના એસપી સરોજ કુમારી શનિવારે મોડી રાત્રે તેમને સ્ટેશન પર પેટ્રોલિંગ કર્યું હતું અને ચેકિંગ કર્યું હતું તેમની સાથે ડી વાય એસ પી રેલવે સુરતના બી.એચ ગોર પર ઉપસ્થિત રહ્યા હતા તે દરમિયાન ગાંજાનો જથ્થો સુરત રેલ્વે સ્ટેશન પરથી પણ પકડાયો છે ડ્રગ્સ તસ્કરો કેવી રીતે થાય છે તેનો ફીલ્ડ અનુભવ લીધો હતો તેમના કારણે સુરત રેલ્વે સ્ટેશન પર ગઈકાલે રેલવે પોલીસ બેડ માં પણ ફફડાટ વાપી ગયો હતો