ગોરા ગામની મહિલાઓ પોતાની માંગ લઈ આદર્શ ગ્રામની કામગીરી અટકાવવા પહોંચી, કેવડિયા પોલીસે મામલો થાળે પાડી કામગીરી ચાલુ કરાવી.

ગોરા ગામની મહિલાઓ પોતાની માંગ લઈ આદર્શ ગ્રામની કામગીરી અટકાવવા પહોંચી, કેવડિયા પોલીસે મામલો થાળે પાડી કામગીરી ચાલુ કરાવી

જ્યાં સુધી અમારી માંગ પુરી નહિ થાય ત્યાં સુધી અમે આદર્શ ગામની કામગીરી ચાલુ નહિ થવા દઈએ: મહિલાઓનું મક્કમ મનોબળ

રાજપીપલા, 24

નર્મદા યોજના ના નિર્માણ બાદ પણ આ વિસ્તારના 6 ગામના લોકો યોગ્ય વળતર અને સંપાદિત જમીનના બદલામાં જમીન અને ઘરના બદલામાં ઘરની અવાર નવાર માંગણીઓ કરી રહ્યા છે સરકારે એ 6 ગામના આદિવાસીઓ માટે એક પેકેજની પણ જાહેરાત કરી છે, એ પેકેજ મુજબ એક આદર્શ ગામ નું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ગોરા ગામ નજીક નજીક નર્મદા નિગમ દ્વારા આયોજન કરવા માં આવ્યું જે સંદર્ભે ઓક્ટોબર મહિનામાં કામ નો આરંભ કરવામાં આવ્યો હતો.
નર્મદા નિગમની આ કામગીરી સામે અસરગ્રસ્તો માં રોષ છે સાથે સાથે 6 ગામના મોટે ભાગના આદિવાસીઓ ગોરા આદર્શ ગામની યોજના પ્રત્યે નર્મદા નિગમને પોતાનું સમર્થન આપ્યું નથી.જો આ યોજના પૂર્ણ થશે તો 6 ગામના આદિવાસીઓ ગોરા ખાતેના આદર્શ ગામમાં રહેવા જાય છે કે કેમ એ મોટો પ્રશ્ન છે.આદર્શ ગામમા રહેવા જવા મુદ્દે પણ આગામી સમયમા આદિવાસીઓ અને પોલિસ વચ્ચે ઘર્ષણ સર્જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

હાલમાં પણ ગોરા ગામ નજીક PM મોદીની યોજના અંતર્ગત આદર્શ ગામનું નિર્માણ થઈ રહ્યું છે જ્યાં મકાનોનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે.જેને લઈને ગોરા ગામની મહિલાઓ સહિત અન્ય લોકો આ બાંધકામની કામગીરી અટકાવવા બાંધકામ સ્થળે પહોંચી હલ્લાબોલ કર્યો હતો.ગામની મહિલાઓનું કહેવું છે કે જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી.આ કામ અમે નહીં કરવા દઈએ.ગોરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શાંતિલાલ તડવીએ જણાવેલ હતું કે અમે આ કામગીરી બાબતે વિવિધ જગ્યાએ પત્ર લખ્યા છે.પરંતુ હજુ સુધી અમને તેનો કોઈ જવાબ મળેલ નથી તેથી જ્યાં સુધી નર્મદા નિગમના અધિકારીઓ ઘટનાસ્થળ પર નહીં આવે અને અમારી સાથે આ મામલે ખુલાસો નહીં કરે ત્યાં સુધી અમે આ કામ કરવા નહીં દઈએ.
ગોરા ગ્રામજનોના વિરોધને પગલે મામલો ગરમાયો હતો, કેવડિયા પોલિસની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને પોલીસે ગ્રામજનોની ફરિયાદ સાંભળી આ બાબતે નર્મદા નિગમના અધિકારી ઓ સાથે ચર્ચા કરવા જણાવ્યું હતું.લગભગ 2 કલાક સુધી ચાલેલા આ વિરોધ બાદ પોલીસ ગ્રામ જનોને સમજાવવામાં સફળ રહી હતી અને આદર્શ ગામની કામગીરી ફરીથી ચાલુ થઈ હતી.

ગોરા આદર્શ ગામ માં ગ્રામજનો ની સુવિધા નો પણ ખ્યાલ રાખ્યો છે
ગોરા પાર્કિંગની બાજુમાં બની રહેલું આ આદર્શ ગામ કુલ 21.29 હેકટર જમીનમાં બનશે.જેમાં કુલ 429 મકાનો હશે એક મકાન 1345.5 ચો ફૂટનું હશે.આદર્શ ગામમા બાળકોને ભણવા માટે પ્રાથમિક શાળા, આંગણવાડી, દવાખાનું, સાર્વજનિક ભવન, હવાડો, બાગ, બાળકોને રમવાની જગ્યા, ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, કોન્ક્રીટના રોડ, ભુગર્ભ ગટર યોજના, શેરીની બત્તી સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ હશે. ત્યારે છ ગામ ના અસરગ્રસ્તો સરકાર નું આ પેકેજ સ્વીકારે છે કેમ તે જોવુ રહ્યું

તસવીર: જયોતિ જગતાપ, રાજપીપળા