કેરળમાં ઓનલાઈન શિક્ષણ ના કારણે દલિત કિશોરીની આત્મહત્યા!

પહેલી જૂનના રોજ કેરળના મલ્લપુરમ જિલ્લાના ઇરણબલિયામ ગામની નવમા ધોરણમાં ભણતી દલિત વિદ્યાર્થીની દેવીકાએ આત્મહત્યા કરી.આત્મહત્યા ના દિવસે તેનો ઓનલાઇન વર્ચ્યુઅલ ક્લાસ શરૂ થવાનો હતો.કેરળ રાજ્યએ પહેલી જૂનથી શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અને ટીવી વર્ગો દ્વારા શાળા શિક્ષણ શરૂ કર્યું. તેના પહેલા જ દિવસનો પ્રથમ વર્ગ શરૂ થાય તેના કલાક પૂર્વે દેવીકા આત્મહત્યા કરી તેનું કારણ એ હતું કે,

દેવિકા પાસે સ્માર્ટફોન ન હતો અને ઘરમાં ટીવી બગડી ગયું હતું.

દેવીકાના પિતાએ કહ્યું કે વર્ગો શરૂ થવાના આગલા દિવસે રવિવારે દેવિકા ચિંતામાં હતી. તેની પાસે ફોન ન હતો.તેણે મને ટીવી રીપેર કરી આપવા કહ્યું, પણ મારી તબિયત સારી ન હતી. એટલે ટીવી રીપેર કરાવી શક્યો નહિ.વળી દેવીકાની માતા શીબા પણ ઘર બહાર જઇ કામ પર જઈ શકતી ન હતી, કારણ કે તેને છ મહિનાનું બાળક હતું.દેવીકાના પિતા રોજ ઉપર કામ કરનાર શ્રમિક છે.લોકડાઉનને કારણે બેકારી હતી.દેવીકાના દાદીને મળતા વિધવા પેન્શનથી ઘર ચાલતું. કેરળ સરકારે ‘ ફર્સ્ટ બેલે ‘ એ નામે સરકારી પોર્ટલ થી ઓનલાઈન વર્ગો શરૂ કર્યા. સરકારે 40 લાખ વિદ્યાર્થીઓમાંથી

બે લાખ એકસઠ હજાર વિદ્યાર્થીઓને આ શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું. કમનસીબે દેવીકા શાળાના 25 વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટ સુવિધા ન હતી, એ પણ જાણકારી હતી.દેવિકાના શિક્ષકે કહ્યું, કે તે આ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હતી પણ એ પૂર્વે જ આ દુઃખદ ઘટના બની. કેરળની આ ઘટના સમગ્ર દેશ માટે સંદેશ આપે છે કે ઓનલાઈન શિક્ષણ સૌને સુલભ નથી.કેરળ જેવા શિક્ષિત રાજ્યમાં પણ ઓનલાઈન સુવિધાના અભાવે એક દલિત કિશોરીને આત્મહત્યા કરવી પડે, એ સ્થિતિ કોરોના સમયમાં શિક્ષણ આપવાનો પ્રયોગો વિશે પુનઃ વિચાર અને સર્વસમાવેશક અભિગમ માંગી લે છે.

બીજી તરફ પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પરંતુ આજે અપૂરતી સગવડ સાથે કેરળ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઇન એજ્યુકેશને એક ગરીબ વિદ્યાર્થીનીનો ભોગ લીધો.