*આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં પકડાયેલા પાલિકાના ઈજનેર રાજેશ પટેલને બે દિવસના રિમાન્ડ*

સુરત:કતારગામ ઝોનના મદદનીશ ઈજનેર રાજેશ પટેલને એસીબીની ટીમ ગુરૂવારે સવારે ઊંચકી લાવી હતી. લાંચીયા મદદનીશ ઈજનેરની પાસેથી 84 લાખથી વધુની અપ્રમાણસર મિલકતો મળી હતી. જેને લઈને એસીબીએ ગુરુવારે બપોરે રાજેશ પરાગ પટેલ(રહે,બરબોધનગામ, ઓલપાડ)ની ધરપકડ કરી હતી. બાદમાં આજે સ્પે. એસીબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સ્પે. એસીબી કોર્ટે રાજેશ પટેલના 15મી માર્ચના સાંજના 4 વાગ્યા સુધીના એટલે કે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.