*આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રાજ્યની મહાનગરપાલિકાઓની સમીક્ષા બેઠક*
……..
*આરોગ્ય મંત્રીશ્રી એ ગાંધીનગર ખાતે વર્ચ્યુઅલ બેઠક યોજીને રાજ્યની ૮ મહાનગરપાલિકાના કમિશનરશ્રી સાથે આરોગ્યલક્ષી વિવિધ મુદ્દે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી*
…….
*મહાનગરપાલિકાઓમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર , UPHC સહિતની શહેરી આરોગ્ય સંસ્થાઓમાં જરૂરી માનવસંસાધનની પૂર્તિ કરવાનો એક્શન પ્લાન તૈયાર કરવા મંત્રીશ્રીની સૂચના*
…………
*શહેરી વિસ્તારમાં રસીકરણનો વ્યાપ વધારવા અને વાહક જન્ય તેમજ એપિડેમિક રોગચાળા નિયંત્રણની સત્વરે કાર્યવાહી હાથ ધરવા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે સૂચના આપી*
*****************
રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓમા આરોગ્ય સેવાઓને લગતી સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ ગાંધીનગર ખાતે વર્ચ્યુઅલ બેઠક યોજીને રાજ્યની ૮ મહાનગરપાલિકાના કમિશનરશ્રી સાથે આરોગ્યલક્ષી મહત્વના મુદ્દાઓ પર સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.
આ બેઠકમાં આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે મહાનગરપાલિકાઓમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર , UPHCમાં જરૂરી માનવસંસાધનની પૂર્તિ કરવાનો એક્શન પ્લાન સત્વરે તૈયાર કરીને જરુરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
વધુમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ, રોગચાળા નિયંત્રણ, ૧૦૮ ની સેવાઓ,કુપોષણ, બાળ મૃત્યુદર માતા મૃત્યુદરમાં ઘટાડો જેવા વિષયો પર પણ વિગતવાર ચર્ચા – વિચારણા હાથ ધરાઇ હતી.
રાજ્યના શહેરી વિસ્તારમાં વાહક જન્ય રોગોનું પ્રમાણ ઘટાડવા પગલા લેવા, ટેલી કન્સલટેશનો વ્યાપ વધારવા, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગવંતુ બનાવીને ટીબીને જળમૂળમાંથી નાથવાની દિશામાં સધન પ્રયાસો હાથ ધરવા માટે મંત્રીશ્રીએ આ બેઠકમાં અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં આરોગ્ય વિભાગ અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, આરોગ્ય કમિશ્નર શ્રી શાહમિના હુસેન , NHMના ડાયરેક્ટર રેમ્યા મોહન, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.