*જામનગર જિલ્લા માહિતી કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક વય નિવૃત્ત થતા ભાવભેર વિદાય આપવામાં આવી*
જીએનએ જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત રાજ્યએ ભરેલ હરણફાળ પ્રગતિમાં પ્રત્યેક જિલ્લા સાથે ખભેખભા મેલાવીને શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, પોષણ, મહિલા સશક્તિકરણ સહિત દરેક ક્ષેત્રમાં સાધેલ પ્રગતિમાં માહિતી અને પ્રસારણ વિભાગની મહત્વપૂર્ણ સહભાગીદારીતા રહી છે.
તા.૩૦જૂનના રોજ જિલ્લા માહિતી કચેરી જામનગરના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક એચ.પી. ગોઝારીયા વય નિવૃત્ત થતાં અધિકારીશ્રી- કર્મચારીશ્રીઓ દ્વારા ભાવભેર વિદાય સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
નિવૃત્તિ વેળાએ એચ.પી. ગોઝારીયાએ માહિતી વિભાગ સાથે જોડાયેલા સંસ્મરણો વાગોળ્યા હતા. જામનગર જિલ્લા માહિતી કચેરીના સંપૂર્ણ સ્ટાફ પરિવાર દ્વારા નિવૃત્તિ વેળાએ શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી નવી ઇનિંગ્સ માટે તેઓને શુભેચ્છા પાઠવી હતી.
*+++++*