જિલ્લા માહિતી કચેરીના ડ્રાઇવર વયનિવૃત થતાં અપાયું વિદાયમાન
ભુજ,શુક્રવાર
જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છના કર્મચારી શ્રી આર.પી.કાનાણી વયનિવૃત થતાં તેઓને માહિતી પરિવાર દ્વારા આજરોજ વિદાયમાન આપવામાં આવ્યું હતું.
૩૦ જૂને વયનિવૃત થયેલા શ્રી આર.પી.કાનાણી અંજારથી કામગીરી શરૂ કરીને ત્યારબાદ ગાંધીનગર છેલ્લે ભુજ ખાતે ફરજ બજાવી નિવૃ્ત થયા હતા. ૨૮ વર્ષના સેવાકાળ દરમિયાન તેમણે વિવિધ કાર્યક્રમો દરમિયાન વહીવટીતંત્ર માહિતીખાતામાં રહીને તેમણે રાજય સરકારની પ્રચાર અને પ્રસાર સંલગ્ન કામગીરી કરી છે.
વિદાય પ્રસંગે શ્રી આર.પી.કાનાણીએ પોતાના પ્રતિભાવમાં સ્ટાફગણના સહયોગની પ્રશંસા કરીને પોતાની સરકારી નોકરી દરમિયાનના તેઓના અનુભવો અને કામગીરી અંગે સંસ્મરણો વાગોળ્યા હતા. તેમજ આભાર વ્યકત કર્યો હતો. ઇન્ચાર્જ સંયુક્ત માહિતી નિયામકશ્રી અને જિલ્લા માહિતી નિયામક શ્રી મિતેશકુમાર મોડાસિયાએ શ્રી આર.પી.કાનાણીને શાલ ઓઢાડી સન્માન કરતા તેમની કાર્યનિષ્ઠા, સમયપાલનની કટિબધ્ધતાને બિરદાવીને નિરોગી નિવૃત જીવનની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે સાથી કર્મચારીઓ તેમની સાથેના સંભારણા વાગોળ્યા હતા.
જિલ્લા માહિતી કચેરી ખાતે યોજાયેલા વિદાય સમારોહ પ્રસંગે કચેરીના સિનિયર સબ એડિટર શ્રી ગૌતમ પરમાર, માહિતી મદદનીશ જિજ્ઞા વરસાણી, સહાયક અધિક્ષકશ્રી એ.જે.ખત્રી, સિનિયર કલાર્કશ્રી સીદીક કેવર, જૂનિયર કલાર્કશ્રી અંજનાબેન પ્રજાપતિ, શ્રી ડી.એચ.જોગી, ઇમરાન સંધીસુમરા, અનિરૂધ્ધસિંહ જાડેજા, હર્ષદ જોગી, રાજેશ ડુંગરાણી ઉપરાંત હરજીભાઇ ડુંગરાણી, વિનોદભાઇ ગોર વગેરે ઉપસ્થિત રહયા હતા.
જિજ્ઞા વરસાણી