*વ્યવસ્થાના નિરીક્ષણ સાથે અધિકારીઓ અને મેડિકલ ટીમને જરૂરી સૂચનો આપતા રાજ્ય શિક્ષણમંત્રી*

*વ્યવસ્થાના નિરીક્ષણ સાથે અધિકારીઓ અને મેડિકલ ટીમને જરૂરી સૂચનો આપતા રાજ્ય શિક્ષણમંત્રી*

જીએનએ કચ્છ: બીપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ અંગે કચ્છ ખાતે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સતત નજર રાખી રહ્યા છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું સાથે મેડીકલ ટીમ તથા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા.

સંભવિત બિપરજોય વાવાઝોડા સામે રક્ષણના આગોતરા વ્યવસ્થાપનના ભાગરૂપે કચ્છ જિલ્લા શિક્ષણ સંચાલિત શ્રી પીપરી પ્રાથમિક શાળા ખાતે 300 જેટલા સ્થળાંતરિત આશ્રિતોની રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રત્યક્ષ મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું સાથે મેડીકલ ટીમ તથા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપતા વધુમાં વધુ નુકશાની ન થાય અને લોકોના જીવ સલામત રહે તે માટેના જરૂરી નિર્દેશ આપ્યા હતા.