ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફીની માંગને લઈ શાળાઓ દ્વારા થતી ફીની કડક ઉઘરાણી ના સંદર્ભે અમદાવાદ જીલ્લા શિક્ષણ અધીકારી ને આવેદનપત્ર આપવામા આવ્યુ.

આજરોજ ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા *વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફી* ની માંગ ને લઈ
અને સરકાર ની ફી ભરવા ને લઈ ત્રણ મહીનાની સમયમર્યાદા ની છુટછાટ ની જાહેરાત બાદ પણ શાળાઓ દ્વારા થતી ફી ની કડક ઉઘરાણી ના સંદર્ભે અમદાવાદ જીલ્લા શિક્ષણ અધીકારી ને લેખીત મા આવેદનપત્ર આપવા મા આવ્યુ
જેમા યુવાનેતા *હાર્દિક પટેલ*
*જયેશ પટેલ* *અનિષ પટેલ (હિરપરા)* સહીત અન્ય વાલી મંડળ ના આગેવાનો પણ ઉપસ્થિત રહયા.
જેમા આગામી રણનીતિ ને લઈ ચર્ચાવિચારણા પણ થઈ.
૯ કાર્યકરો ની વસ્ત્રાપુર પોલીસ દ્વારા અટકાયત બાદ છુટકારો કરવા મા આવ્યો.
કોરોના ની મહામારી ને લીધે જયારે ચાર મહીના જેટલા સમય થી તમામ શિક્ષણકાર્ય ઠપ પડયુ છે એવામા શાળા સંચાલકો નો શિક્ષકો ના પગાર સિવાય નો મોટાભાગ ના મેઈન્ટેનન્સ ખર્ચ નો બચાવ થઈ રહયો છે ત્યારે સરકાર વિધ્યાર્થીઓ અને વાલીઓના ભોગે સંચાલકો ની પીઠ થાબડી ને છાવરવા નુ બંધ કરી દે, અને ટુંક સમય મા વાલીઓના હિતમા એક સત્ર ની ફી માફી ની જાહેરાત કરે અને જે શાળા ના સંચાલંકો દ્વારા સરકારી પરીપત્રો ની અવગણના કરવામા આવે છે તેમના પર શિક્ષાત્મક કાર્યવાહી કરે.
નહીતો આવનારા દિવસો મા રાજયવ્યાપી સહી ઝુંબેશ, આવેદનપત્રો, ઉપવાસ, ધરણા કાર્યક્રમ, સંચાલકો અને સરકાર ની મિલીભગત થી થયેલા ભ્રષ્ટાચારો અને કૌભાડો ને ઉજાગર કરવા અને અન્ય આશ્ચચર્યજનક કાર્યક્રમો નુ આયોજન કરી આંદોલન ને રાજયવ્યાપી બનાવવામા આવશે.

જયેશ પટેલ
ગુજરાત વાલી એકતા મંડળ