*બીપરજોય વાવાઝોડા સામે મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓ અને કર્મીઓ ખડેપગે સજ્જ બન્યા*
જીએનએ કચ્છ: બીપરજોય વાવાઝોડાને ગુજરાતના દરિયાઈ કિનારે ટકરાવવાના ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગાંધીધામ ખાતે મરીન ટાસ્ક ફોર્સના એસપી ઈમ્તિયાઝ શેખના નેતૃત્વમાં ટાસ્ક ફોર્સ ખડે પગે સજ્જ બની છે. હાલ કચ્છના ભુજ અને ગાંધીધામ ખાતે એસપી સાથે સંકલનમાં લોકોને મદદ કરવા સજ્જ જોવા મળી રહી છે. ખુદ રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા ટ્વિટ કરી એસપી ઈમ્તિયાઝ શેખની ટિમ સાથે સજ્જતા અને સતર્ક હોવાની જાણકારી આપી છે.
રાજ્યભરમાં સર્વે સેનાથી લઈ સરકાર, તંત્રથી લઈ સંસ્થાઓ પોલીસ થી લઈ અધિકારીઓ, મંત્રીઓ થી લઇ સનત્રીઓ સૌ કોઈ આ આપદા સામે લડવા સજ્જ બન્યું છે ત્યારે મરીન ટાસ્ક ફોર્સ પણ પોતાની આગવી ભૂમિકા ભજવવા ખડેપગે તૈયાર બની ચૂક્યું છે.