*રાજ્યના મંત્રીશ્રીઓએ વાવાઝોડાની અસરને પગલે ગ્રામજનોને આશ્રયસ્થાને સ્થળાંતરિત થવા પ્રેરિત કર્યા*
જીએનએ કચ્છ: બિપરજોય વાવાઝોડાની અસરને પગલે અગમચેતીના ભાગરૂપે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સાથે રહી કચ્છ-ભુજના દરિયાકાંઠાથી નજીકના કડુલી, રાપર ગઢવાળી અને સીંધોડી મોટી જેવા છેવાડાના ગામોમાં કાચા મકાનમાં રહેતા ગ્રામ્યજનોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત થવા સહમત કર્યા હતા.
બંને મંત્રીશ્રીઓએ સ્થાનિક આગેવાનો અને ગ્રામ્યજનો સાથે વાતચીત કરીને દરિયાકાંઠાના ગામોમાં ચાલી બચાવ અને વિસ્થાપન કામગીરી સહિત આગોતરી તૈયારી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.