*કચ્છ ખાતે સ્થળાંતરિત થયેલા પરિવારોની મુલાકાત લેતા રાજ્યના મંત્રીશ્રીઓ*
જીએનએ કચ્છ: મોડેલ સ્કૂલ, નલિયા-અબડાસા ખાતે બિપરજોય ચક્રવાતની સંભવિત અસરને પગલે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલજ અને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્થળાંતરિત થયેલા પરિવારોની મુલાકાત લઈને તેમની સાથે વાતચીત કરી હતી.
આ ઉપરાંત નાગરિકોના રાહત, બચાવ અને સ્થળાંતર માટેની ચાલી રહેલ કાર્યની સમીક્ષા કરી અને આ વાવાઝોડાની આફતના સમયમાં તમામ પ્રકારની મદદ તથા સહયોગ કરવાની ખાતરી આપી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર કુદરતી આપદા સામે આગોતરું આયોજન કરીને ઝીરો કેજ્યુઆલીટીના ઉદ્દેશ્યને સાર્થક કરવા સજ્જ છે તેવું તેમણે જણાવ્યું હતું.