*ગુજરાત ATS નો મોટું સૌથી ગુપ્ત ઓપરેશન. પોરબંદરથી 4 લોકોની ધરપકડ. એક મહિલા સુરતની..*
જીએનએ અમદાવાદ: ગુજરાત ATSની પોરબંદરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્શોની ધરપકડ કરવામાં આવી છે. આ ગુપ્ત ઓપરેશમાં આઈ.જી સહિતના અધિકારીઓ આવ્યા હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે.ગુજરાત ATSની ટીમેં ગઈકાલથી જ પોરબંદરમાં ધામા નાખ્યા હતા. ગુજરાત ATSદ્વારા સુરતમાંથી પણ એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. સુમેરા નામની મહિલાની પૂછપરછ શરૂ કરાઈ છે જેની પાસેથી 4 મોબાઈલ પણ જપ્ત કરાયા છે તે મહિલા બાગે ફીઝા એપાર્ટમેન્ટ ખાતે મહિલા રહેતી હોવાનું જાણવા મળી રહેલ છે. ATS એ ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. ATS દ્વારા પૂછપરછમાં મસમોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શંકા સેવાઇ રહી છે. ટૂંક સમયમાં ATS પ્રેસ દ્વારા વધુ માહિતી જાહેર કરી શકે છે તેવી સંભાવનાઓ છે.