*”જૂનાગઢ ખાતે પદવી મેળવનારા સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા શિક્ષણ મંત્રી*

જીએનએ જૂનાગઢ: જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના “દ્રિતીય પદવીદાન સમાંરભ” યોજાયો હતો. જેમાં પ્રખ્યાત ભાગવતચાર્ય રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી), આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, સાંસદ રમેશભાઈ ધધુક સહ પદવી મેળવનારા સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.

રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનાશેરીયાએ જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે, સૌરાષ્ટ્રનાં અંતરિયાળ વિસ્તારોમાં રહેનાર અને કપરી પરિસ્થિતિઓમાં પણ શિક્ષણની સાચી સાધના કરતા કરતા વિધાર્થીઓ જ્યારે પોતાની ઈચ્છિત કારકિર્દી તરફ પ્રયાણ કરશે ત્યારે સમાજ અને રાષ્ટ્રનાં નિર્માણમાં કાર્ય થકી ભારતને વિશ્વગુરુ બનાવવાનું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું સ્વપ્ન સાકાર કરશે.