*કાળઝાળ ગરમીમાં જીવદયાનો સંદેશો આપતા રાજ્ય શિક્ષણમંત્રી.

જીએનએ ગાંધીનગર: ઉનાળાની ગરમી વરસાવતી ઋતુ જામી રહી છે ત્યારે માનવીથી લઈ સૌ કોઈ આ કાળઝાળ ગરમીથી બચવા માટે અનેક સહારો લેતા હોય છે પરંતુ આ સમયમાં અબોલ જીવ કોઈપણ રીતે પોતાનું રક્ષણ કરતા હોય છે ત્યારે અનેક માનવીઓ પણ આ અબોલ જીવને બચાવવા સતત પ્રયત્નશીલ રહેતા હોય છે.

આ વિશ્વમાં લુપ્ત થઈ રહેલા પ્રજાતી ચકલી જેની સવાર સવારમાં ચી ચી કરતો મધુર અવાજ આજે ભાગ્યે જ સાંભળવા મળે છે. અનેક સંસ્થા અને જીવપ્રેમી લોકો આ પ્રજાતિને બચાવવા અનેક કાર્યો કરી રહ્યા છે. પોતાના મધુર અવાજ અને સુંદર રંગથી મન મોહી લેતી તેમજ નાના બાળકોનું મનગમતું પક્ષી એવી ચકલીઓ માટે આભમાંથી આગ ઓકતી ઉનાળાની કાળઝાળ ગરમીમાં જીવદયાના ભાવ સાથે ચકલીઓનું જતન કરીએ, વ્હાલી ચકલીઓને ચણ ખવડાવીએ તેમજ ઘરની બાલ્કની, છત કે અન્ય જગ્યાએ પીવાનાં પાણી માટે વ્યવસ્થા કરીએ, એમને માળો બાંધવામાં પણ મદદરૂપ થઈએ જેવા સેવાકીય કાર્ય માટે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનાશેરીયાએ લોકોને અપીલ કરી અને સ્વજાતે તેઓ ગરમીથી તેમને બચાવવા કુંડામાં પાણી નાખી ચકલીઓને બચાવવાનો અભિગમ કેળવતા જોવા મળ્યા છે.

આપણે પણ સાથે મળી આ લુપ્ત થઈ રહેલ પ્રજાતિને કાળઝાળ ગરમીથી બચાવીએ એક સહ મળીએ અને ચકલી ઓનો મધુર અવાજ ફરી ઘર આંગણે ટહુકતો થાય તેની ફરજ અવશ્ય નિભાવીએ.