હોળી પછીને જે સાતમ આવે તેને મારવાડી સાતમ કહેવામાં આવે છે તો આ દિવસે ઠંડુ ખાવાનું હોય છે. તો આજે અમે તમારા માટે બાજરીના વડાની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જાય છે તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી બાજરીના વડા..
બનાવવાની રીત
સૌ પ્રથમ બાજરીના લોટમાં મેથીની ભાજી ઝીણી સમારીને નાખવી. ત્યારબાદ તેમાં તલ, લસણ, આદું-મરચાં, હિંગ, હળદર, મીંઠુ સ્વાદાનુસાર નાખી ખાટા દહીંથી લોટ બાંધી લો. ત્યારબાદ તેલ ગરમ થાય એટલે હથેલીમાં લોટ લઇને તેન થેપીને વડા બનાવી લો. હવે આ વડાને તળી લેવા. તૈયાર છે ગરમા ગરમ બાજરીના વડા.
Sureshvadher