*સિંધિયા માટે કોંગ્રેસના 22 ધારાસભ્યોએ આપી કુરબાની જોડાઈ ગયા ભાજપમાં*

પોતાના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા માટે જે 6 મંત્રીઓ અને 16 ધારાસભ્યોએ કુરબાની આપી હતી, તેમના ભવિષ્યનો ફેંસલો હવે થઈ ગયો છે. આ તમામ પૂર્વ ધારાસભ્યોમાં 22 નેતાઓ છે. જે આ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે.
22 ધારાસભ્યો જોડાયા ભાજપમાં
મધ્ય પ્રદેશની કમલનાથ સરકારથી બળવો કરી અલગ થયેલા સિંધિયા સમર્થક 22 ધારાસભ્યો ભોપાલથી દિલ્હીમાં પહોંચ્યા હતા. જ્યાં તેમને જેપી નડ્ડાએ પોતાના નિવાસ સ્થાને ભાજપની સદસ્યતા લેવડાવી હતી.આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે સાથે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કૈલાસ વિજયવર્ગીય અને રાકેશ સિંહ પણ હાજર રહ્યા હતા.