કોરોના વાયરસ સામે નર્મદા જિલ્લાના વહિવટી આરોગ્ય તંત્ર સજ્જબન્યુ.

રાજપીપલા સીવીલ હોસ્પિટલમાં 3 બેડવાળો એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો.
50 બેડવાળી કોરેનટાઇન સુવિધાનું આયોજન.
નર્મદા જિલ્લામાં બહારના દેશોમાંથી આવેલા કુલ 4 મુસાફરોને હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા.
કોરોના વાયરસ અંગે લોકજાગૃત્તિ કેળવવા માટેના હોર્ડીંગ્સ પ્રદર્શિત કરાયાં છે. તદ્ઉપરાંત 100 બેનર્સ અને 10000 જેટલા પેમ્પ્લેટ્સના વિતરણ.
કોરોના વાયરસ અંગે વધુ માહિતી કે મદદ માટે ટોલ ફ્રી નંબર 104 ની સેવાઓ કાર્યરત.
રાજપીપલા,તા.12
હાલમાં વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસના લીધે ભારતમાં 61 પોઝીટીવ કેસો નોંધાયેલ છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સામે અટકાયતી કામગીરી યુધ્ધના ધોરણે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ છે,જે અંતર્ગત ગભરાહટ નહી, સમજદારી અને સતર્કતા સાથે જિલ્લા કલેકટર મનોજ કોઠારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ્સના અધ્યક્ષસ્થાને તાજેતરમાં આઈ.એમ.એ.ના ડોકટસરોનો વર્કશોપ યોજાયો હતો.આ વર્કશોપમાં હાજર તમામ ખાનગી તબીબોને મેડિકલ સ્ટોર ધારકોને કોરોના વાયરસના લક્ષણો, કેવી રીતે ચેપ લાગે અને તેના બચાવ માટે વિગતવાર સમજ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લામાં સરકારી તબીબી અધિકારીઓની તેમજ રાજપીપલા સીવીલ હોસ્પીટલના તમામ સ્ટાફને આ અંગેની જરૂરી તાલીમ પણ આપવામાં આવી છે.
જાહેર જનતાને કોરોના વાયરસથી બચાવવા માટે માહિતગાર કરવાના હેતુસર નર્મદા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના વાયરસ અંગે લોકજાગૃત્તિ કેળવવા માટેના હોર્ડીંગ્સ પ્રદર્શિત કરાયાં છે. તદ્ઉપરાંત 100 બેનર્સ અને 10000 જેટલા પેમ્પ્લેટ્સના વિતરણ થકી પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ 24 7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવાની સાથે જાહેર જનતાને કોરોના વાયરસથી વધુ માહિતગાર કે મદદ મેળવવી હોય તો ટોલ ફ્રી નંબર 104 ની સેવા કાર્યરત કરવામાં આવી છે. રાજપીપલા સીવીલ હોસ્પીટલ ખાતે ત્રણ બેડવાળો એક આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે. તેમજ 50 બેડ વાળી કોરેનટાઈન ફેસીલીટી ઉભી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જરૂરી દવાઓ તેમજ માસ્કનો જથ્થો સ્ટોકમાં રાખવામાં આવ્યો છે. હાલમાં નર્મદા જિલ્લામાં બહારના દેશોમાંથી આવેલા કુલ 4 પેસેન્જરોને હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવેલ છે.અત્રેના આઈડીએસપી સેલ દ્વારા તમામ કામગીરીનું સઘન સુપરવીઝન તેમજ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હોવાનુ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતુ .

રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપલા