એક ગામ બોરીયા જેના યુવાનોનું એક જ પેશન : વોલીબોલ

બોરીયા ગામ એટલે ડાયરેકટ વોલીબોલના ક્ષેત્રમાં એક આગવું નામ ધરાવતા ખેલાડીઓનું ગામ. તદુપરાંત બોરીયાના યુવાઓમાં એક અનેરો સંપ પણ જોવા મળે છે. છેલ્લા બે વર્ષથી હોળીના દિવસે ગામનાં યુવાનો દ્વારા ફક્ત ગામનાં આદિવાસી યુવાઓ માટે “હોળી કપ”નું આયોજન કરવામાં આવે છે. જેમાં ૧૨ ટીમો ભાગ લે છે. મુખ્ય મહેમાન પ્રો. જીમિલ પટેલ દ્વારા ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. પ્રમુખ કૃપા અને ઇન્ડિયન આર્મી ટીમ ફાઇનલમાં આવી હતી. ઘણી રોમાંચક ફાઇનલ મેચના અંતે પરેશભાઈની પ્રમુખ કૃપા ટીમ વિજેતા થઈ હતી.

“બોરીયા ગામનાં યુવાનો પાસે એકબીજા ને સહકાર આપી કઈ રીતે આગળ વધી શકાય અને કોઈપણ આયોજન સફળતા પૂર્વક પાર પાડી શકાય એ આજના યુવાનોએ શીખવાની જરૂર છે.”