નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનો શિકાર બનેલા લોકોની સંખ્યા વધીને 46 થઈ છે. વિશ્વસ્તરે તો આ વાઈરસે અનેક લોકોનો ભોગ લીધો છે. કુલ મરણાંક 4000 પર પહોંચી ગયો છે.ભારતમાં આ રોગચાળો ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકારે વિમાનીમથકો ખાતે પ્રવાસીઓના તબીબી સ્ક્રીનિંગ, જાહેર ટ્રાન્સપોર્ટ સાધનોની સફાઈ, દર્દીઓ માટે અલાયદા વોર્ડ ઊભા કરવા સહિત અનેક પગલાં લીધા છે.એક મહત્ત્વનો નિર્ણય લઈને મણિપુર રાજ્યની સરકારે મ્યાનમાર સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ બંધ કરી દીધી છે. એ દેશમાંથી કોરોનાનો ચેપ ભારતમાં ફેલાતો રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે આ નિર્ણય લીધો છે
Related Posts
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ તારીખ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ તારીખ: 16/09/2021, ગુરુવારના રોજ બપોરે 1.30 કલાકે યોજાશે.
*જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલ રાષ્ટ્રીય લેવલનું રી-સર્ટિફિકેશન મેળવનાર દેશની એકમાત્ર હોસ્પિટલ બની* *જીએનએ જામનગર*, જામનગરની જી.જી. હોસ્પિટલના પ્રસુતિ વિભાગ અને…
એસીબી સફળ કેસ
એસીબી સફળ કેસ ફરીયાદી – એક જાગૃત નાગરીક આરોપી – અશોકભાઈ ગાંડાલાલ ચાવડા ઉ.વ. ૫૨ નોકરી – જુનીયર કલાર્ક, જીલ્લા…